ગુજરાત
News of Thursday, 8th April 2021

સુરત:ઘોડદોડ રોડ નજીક ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાંઘોડદોડ રોડ સ્થિત પ્રેસીડેન્ટ ટાવરમાં રહેતા ફરિયાદી રૃસ્તમ રજબઅલી લલાનીએ વર્ષ-2017 દરમિયાન પોતાની સાથે મિત્રતાના સંબંધ ધરાવતા આરોપી મુરાદ  મહેન્દી મોહમદ મેઘજાણી (રે.તાપી દર્શન ફ્લેટસ,રાંદેર રોડ)ને રૃ.3.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા.જેને પેમેન્ટ તરીકે આપેલા ચેક ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા આરોપીના બેંક ખાતામાં અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા.જેથી ફરિયાદી રૃસ્તમ લલાનીએ એમ.આર.પાંડે મારફતે આપેલી નોટીસનો સંતોષકારક જવાબ ન મળતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

જેના વિરોધમાં આરોપીના બચાવપક્ષે એવો બચાવ કર્યો હતો કે ફરીયાદી તથા આરોપીના કોમન મિત્ર અલ્તાફ ખૈરાની સાથે આરોપીએ જાન્યુઆરી-2015ના કરાર હેઠળ ઉછીની લીધેલી રકમના સિક્યોરીટી પેટે આપેલા ચેકનો ફરિયાદીએ દુરુપયોગ કર્યો છે.આરોપીએ ફરિયાદી પાસેથી ઉછીની મેળવેલી રૃ.2 લાખ તેમના પુત્રના બેંકમાં ખાતામાં જમા કરાવી ચુકવી દીધા છે.

(5:20 pm IST)