ગુજરાત
News of Thursday, 8th April 2021

વડોદરાના ન્યુસમા રોડ વિસ્તારમાં કોરોના સંક્રમિત યુવાને ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

વડોદરા : શહેરના ન્યુસમારોડ વિસ્તારમાં કોરોના સંક્રમિત યુવાને પોતાના ઘરમાં જ ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ન્યુ સમારોડ વિસ્તારમાં જલારામ મંદિર નજીક આવેલી જય યોગેશ્વર સોસાયટીમાં રહેતો ૩૮ વર્ષનો હરીઓમ જગન્નાથ ઝા મંજુસર ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેની તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી અને કોરોનાનો રિપોર્ટ કઢાવતા ગઇકાલે જ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

હરીઓમને કોરોનાનો ચેપ લાગ્યો  હતો પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની જરૃર નહી હોવાથી  હોમ ક્વોરેન્ટાઇનની સલાહ આપતા તેનેે ગઇકાલથી જ ઘેર રહીને કોરોનાની સારવાર શરૃ કરી હતી. આજે બપોરે પત્ની બહાર ગઇ હતી ત્યારે હરીઓમે ઘરમાં જ છતના પંખા સાથે રૃમાલ બાંધીને ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી  હતી. પત્ની જ્યારે ઘેર આવી ત્યારે પતિને મૃત હાલતમાં જોતા બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા હતાં.

(5:19 pm IST)