વડોદરાના સાવલી તાલુકાના વડદલા ગામે પ્રેમપ્રકરણની અદાવતમાં સામસામે હુમલો થતા 6 ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
વડોદરા:સાવલી તાલુકાના વડદલા ગામે યુવતી સાથે પ્રેમ પ્રકરણની અદાવતમાં મારામારી થવાના પ્રકરણમાં બંને કોમના ટોળા સામસામે આવી જતા કુલ છ ઈસમોને ઈજા થઇ છે. સાવલી પોલીસે બંને જુથની સામસામે 23 ઈસમો સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સાવલી તાલુકાના વડદલા ગામે ગત રાત્રીના સમયે લઘુમતી કોમની યુવતી સાથે પ્રેમ પ્રકરણના સંબંધમાં મહિના અગાઉ બંને કોમના આગેવાનોએ સામસામે સમાધાન કરી લીધું હતું તેવામાં ગતરોજ રાહુલ નામના યુવકે અહેમદ પઠાણ સાથે ઝઘડો કરીને વાતાવરણ ઉગ્ર કર્યું હતું.
ગામના આગેવાનોએ ઘનશ્યામ ગોહીલના ઘરે જઈને જણાવેલ કે આપણા ઝઘડા બાબતે સમાધાન થયેલ છે છતાં ઝઘડો કેમ કરો છો તેવુ કહેતા ઉગ્ર થઇ ગાળાગાળી કરી મારામારી થતા જોતજોતામાં બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને લાઈટો બંધ કરીને પથ્થરમારો શરૂ કર્યો હતો તેમજ લાકડીથી મારામારી થઈ હતી.
આ બનાવમાં કુલ 6 ઈસમોને ઇજા થઇ હતી. બનાવના પગલે સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હતી.