ગુજરાત
News of Thursday, 8th April 2021

સંગઠનો, એસોસિએશનની મદદથી પણ નિયમ પાલન નહિ થાય તો એકમો સીલ થશે : આશિષ ભાટિયા

નવા ૧૬ શહેરમાં કર્ફયુ લાદવામાં આવ્યો છે તેમાં લોકોને વિશેષ જાગૃત કરવામાં આવશે, ગાઇડ લાઇન ભંગ બદલ સ્થળ પર જ પગલા, મુખ્ય પોલીસ વડા સાથે 'અકિલા' ની વાતચીત : જાહેરનામા ભંગ બદલ ૯૦૪ લોકોની ધરપકડ, જાહેરમાં થૂંકવા બદલ પણ ૯૯,૭૫,૫૦૦નો દંડ વસુલયો છે, ફલેગ માર્ચ અને અપેડેમિક એકટ ૨૦૨૦ મુજબ પગલાંઓ પોલીસ ભરશે

રાજકોટ,તા. ૮: કોરોના મહામારીનો ભોગ બનતા લોકોને અટકાવવા પોલીસ દ્વારા રાત દિવસ ફરજ બજાવવી સરકારી ગાઈડ લાઇનનો અમલ કરાંવવા જતા હવે લોકોની પણ ધીરજ ખૂટી રહી હોવાથી મોટા દંડ સામે જાગેલ આક્રોશ પોલીસ સાથે સંદ્યર્ષમાં ફેલાતો જતાં રાજયના અનુભવી મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા તાકીદે ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવેલ.                          

 'અકિલા' સાથેની વાતચીતમાં રાજયના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા જણાવાયું હતું કે દિવસના ભાગમાં મહામારી રોકવાના ભાગરૂપે માસ્કનાં નિયમનું કડક પાલન કરવા સાથે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવા સૂચવ્યું છે.                    

 તેઓએ જણાવેલ  જે નવા ૧૬ શહેરોમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે તે શહેર માટે આ બાબત નવી  હોવાથી તેમને પોલીસ દ્વારા પ્રથમ સમજાવટથી કામ લેવામાં આવશે, લોકોને જાગૃત કરવાના ભાગરૂપે વિવિધ સામાજિક સંગઠનો અને વ્યપારી એસો.ની મદદ મેળવી અમલવારી માટે પ્રયાસો કરવામાં આવશે, આવી સમજાવટ છતાં નિયમ પાલન ન થયાના કિસ્સામાં સંબંધિત એકમોને સીલ કરવા સુધીના પગલાંઓ ભરવામાં આવશે,અને તે માટે સંબધક અધિકારીઓને વિડિયો કોન્ફરન્સ દ્વારા સૂચનાઓ આપી હોવાનું પણ વિશેષમાં જણાવેલ.      

સામાજિક,રાજકીય અને ધાર્મિક મેળાવડા સમયે ગાઈડ લાઇન પાલનની સૂચનાઓ મળી હોવાનું વિવિધ ઉંચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ 'અકિલા'ને જણાવાયું છે.    

ચા, પાન જેવી લારીઓ અને શાક ભાજી જેવી બજારોમાં પણ ગાઈડ લાઇન પાલન ન થતું જણાય તો સ્થળ પર્ જ ગુન્હા દાખલ કરવા પણ રાજયભરના સંબધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.       

માસ્ક ન પહેરનાર  સામે જાગૃતિના ભાગરૂપે એકેડમીક ડીસીસ એકટ ૨૦૨૦ મુજબ કાર્યવાહી કરવાના આદેશ મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આપવામાં આવ્યા છે.

રાજય પોલીસ વડા દ્વારા જાહેરનામા ભંગ સામે કડક પગલાંના નિર્દેશ ચાલુ માસની ૬ તારીખ સુધી ૫૪૯ કેશ દાખલ થયા છે,કુલ ૯૦૪ લોકોની ધરપકડ થઇ છે,એક રસપ્રદ બાબત એ જાણવા મળીકે જાહેરમાં થુંકવા બદલ ૧૦૦૦૨ લોકો પાસેથી૯૯,૭૫,૫૦૦ દંડ વસૂલવામાં આવ્યો છે.

(12:51 pm IST)