ગોધરા કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કર્મચારીને કોરોના પોઝિટિવ: 14 દિવસ માટે પ્રવેશ બંધ કરાયો
મેનેજરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ અન્ય ચાર કર્મચારીઓને તાવ સહિતના લક્ષણો
અમદાવાદ : રાજ્યના ઘણા નાના શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ગોધરા કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ (Sports) કોમ્પલેક્ષના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં 14 દિવસ માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કસરત અને ઇન્ડોર ગેમ રમવા માટે બહારથી આવતાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કલેક્શન મેનેજરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ અન્ય ચાર કર્મચારીઓને તાવ સહિતના લક્ષણો જોવા મળતાં તેઓના પણ સેમ્પલ રિપોર્ટ માટે આપવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન લાંબા સમય ગાળા સુધી બંધ રહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખુલતા જ અહીં રોજિંદા કસરત અને રમત માટે આવતા ૨૦૦ થી વધુ નોંધાયેલા સભ્યોમાં ખુશી વ્યાપી હતી. ત્યાં જ પુનઃ કોરોનાનું ગ્રહણ નડયું હોય એમ તેઓની અવર જવર હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.