ગુજરાત
News of Thursday, 8th April 2021

અમદાવાદમાં કોરોનાનો આતંક : એક જ દિવસમાં 42 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાતા ખળભળાટ

બોડકદેવ વિસ્તારમાં આવેલ વેસ્ટન પાર્કના 280 મકાનો માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા : કુલ 288 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

અમદાવાદ :રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. શહેરમાં સૌથી વધુ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે. એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જોકે, બીજી તરફ 12 માઈક્રો કન્ટેમેન્ટ ઝોન હટાવવામાં આવ્યા છે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ વેસ્ટન પાર્કના 280 મકાનો માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આખી સોસાયટીને નિયંત્રિત ઝોનમાં મૂકવામાં આવી છે. 1000 લોકો આ સોસાયટીમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. કુલ 288 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન શહેરમાં છે.

પૂર્વમાં મણિનગર, સરસપુર, ઇન્દ્રપુરી, ખોખરા, નિકોલમાં માઇક્રો કન્મેન્મેન્ટ છે. જ્યારે પશ્વિમમાં જોધપુર, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને નવા રાણીપમાં સૌથી વધુ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે.

અમદાવાદમાં કોરોનાની લહેર ઘાતક બની છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેટ રાકેશ જોશીનું કહેવું છે કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાકેશ જોશીના અનુસાર હાલના તબક્કે સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. જેને લઈ કહી શકાય કે અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. રાકેશ જોશીનું કહેવું છે કે માસ્ક અને વેક્સીન જ કોરોના સામે રક્ષણ આપી શકશે.

(10:27 am IST)