ગુજરાત
News of Thursday, 8th April 2021

અમદાવાદની શારદા હોસ્‍પિટલના કર્મચારી પર અેસિડ અેટેક શહેર કોટડા પોલીસે ગુન્‍હો નોંધી ફરાર આરોપીની શોધખોળ આદરી

અમદાવાદ : અહીંના અેક લેબટેકનીશ્‍યન કર્મચારી ઉપર અેસીડ અેટેકનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદ: બાપુનગરમાં રહેતા અને શારદાબેન હોસ્પિટલમાં લેબોરેટરીમાં કામ કરતા આધેડ પાસે બુધવાર સવારે એક યુવક આવીને તમે બ્લડ ડોનેટ કરી આપવા બહાને ઝગડો કર્યો હતો. દરમિયાનમાં આધેડના મોઢાના ભાગે અને હાથના ભાગે એસિડ ફેંકી ભાગી ગયો હતો. આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

બાપુનગરમાં રહેતા અને શારદાબેન હોસ્પિટલ લેબોરેટરી વિભાગમાં કામ કરતા રમેશભાઈ વાઘેલા (ઉ.વ.53) બુધવારે હોસ્પિટલમાં ફરજ પર હાજર હતા. આ દરમિયાન સવારના સવા અગિયાર વાગ્યાની આજુબાજુમાં સીરોલોજી વિભાગની લોબીમાં ગણપતભાઈ પાસે વાતો કરતા હતા ત્યારે પીડીયાટ્રીક વોર્ડમાં નોકરી કરતા લીલાબેનનો દીકરો પ્રકાશ જસવંતભાઈ સોંલકી રમેશભાઈ પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમે મને બ્લડ ડોનેટ કરી આપો.

જો કે રમેશભાઈએ અંહી બ્લડ ડોનેટ થતુ નથી તેમ કહ્યું હતુ. જેથી પ્રકાશ અચાનક ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી રમેશભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી. દરમિયાન પ્રકાશ સીરોલીજી વિભાગના દરવાજા પાસે જતો રહ્યો હતો અને અચાનક એસીડ જેવુ કેમીકલ ભરેલ બોટલ લઈને આવ્યો અને રમેશભાઈના મોઢાના ભાગે તથા જમણા હાથના બાવળા પર આ એસિડ ફેડ્યુ હતુ. જેથી રમેશભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી. હુમલો કરી પ્રકાશ ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલીક પ્રકાશભાઈને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.

(9:17 pm IST)