ગુજરાત
News of Thursday, 8th April 2021

ભારત ખાતેના ઉઝબેકિસ્તાનના ઍમ્બેસેડર ડિશોલ્ડ આખતોવે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગર ખાતે લીધી શુભેચ્છા મુલાકાતઃ મુખ્યમંત્રીશ્રીઍ નવેમ્બર-૨૦૧૯માં તેમની ઉઝબેકિસ્તાન મુલાકાતના સ્મરણો વાગોળ્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગરમાં ભારત ખાતેના ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર શ્રી યુત ડિશોલ્ડ આખતોવે સૌજન્ય મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ પ્રસંગે નવેમ્બર ૨૦૧૯ની તેમની ઉઝબેકિસ્તાનની સફળ મુલાકાત પણ યાદ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે શ્રી યુત ડિશોલ્ડ આખતોવને સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીશ્રીને ઉઝબેકિસ્તાનના એમ્બેસેડરે સમરકંદ શહેરનું સ્મૃતિ ચિહ્ન ભેટ આપીને ઉઝબેકિસ્તાન મુલાકાતની યાદો તાજી કરી હતી.

આ મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, ઇન્ડેક્ષ-બીના MD શ્રી નીલમ રાની સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:44 pm IST)