ગુજરાત
News of Wednesday, 8th April 2020

આણંદના ઈસ્માઈલનગરમાં ટીબી હોસ્પિટલની પાછળ સાંજના સુમારે સર્વે કરવા ગયેલ આરોગ્ય વિભાગની ટિમ પર મહિલાઓનો જીવલેણ હુમલો થતા ચકચાર મચી જવા પામ્યો

આણંદ:શહેરના ઈસ્માઈલનગરમાં આવેલી ટીબી હોસ્પિટલ પાછળના અલેકપાર્કમાં આજે સાંજના સુમારે સર્વે માટે ગયેલી આરોગ્ય વિભાગની ટીમ ઉપર મહિલાઓએ હુમલો કરીને તેમની પાસેના કાગળીયા ફાડી નાંખીને મારવા લેતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના સુમારે આરોગ્ય વિભાગની ટીમ કે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો તેઓ ટીબી હોસ્પિટલ પાછળ આવેલા અલેકપાર્કમાં સર્વે માટે ગયા હતા. જ્યાં એકબાદ એક મહિલાઓ એકત્ર થઈ જવા પામી હતી અને તેઓ વાયરસ ફેલાવવા માટે આવ્યા હોવાનુ માનીને તેમની પાસેના કાગળીયા સહિતની વસ્તુઓ ઝૂંટવી લઈને તેમને મારવા માટે ફરી વળ્યા હતા. જેની જાણ પોલીસને કરવામાં આવતા જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને બચાવી લઈ ત્યાંથી સુરિક્ષત બહાર કાઢી લીઘા હતા.

(5:42 pm IST)