ખંભાતના ભોઈબારીમાં નજીવી બાબતે દેરાણી-જેઠાણી બાખડ્યા:દેરાણીએ જેઠાણીને માથામાં લાકડાના ફટકા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ખંભાત:શહેરના ભોઈબારી ખાતે ગઈકાલે રાત્રીના સુમારે નાના છોકરાઓની બાબતે દેરાણીએ જેેઠાણીને કપાળમાં લાકડાનો ડંડો મારીને ઈજાઓ પહોંચાડતા ઘવાયેલી જેઠાણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ભોઈબારી ખાતે રહેતા અને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા અબ્દુલસફુર અબ્દુલરસીદ શેખની પત્ની અફસરબાનુ નજીકમાં રહેતા જેઠાણી પરવીનબાનુ નસીરભાઈ શેખ નાના છોકરાઓને ગમેતેમ બોલતા હોય અફસરબાનુને એમ લાગ્યું હતુ કે મને બોલે છે જેથી કહેવા જતાં પરવીનબાનુ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને નજીકમાંથી લાકડાનો ડંડો લઈ આવીને અફસરબાનુને કપાળના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. જેથી તેમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.