ગુજરાત
News of Wednesday, 8th April 2020

શિહોરામાં હોમ ક્વોરન્ટાઈન કરેલ પરિવાર ફરાર :પોલીસે 5 સભ્યો સામે નોંધ્યો ગુનો

અમદાવાદના વસ્ત્રાલ ખાતે ગોપી ચોકડી પાસે મહાદેવનગર ગયા હોવાનું જાણવા મળ્યું

વડોદરા : ડેસર તાલુકાના જુના શિહોરા ગામે એક જ પરિવારના 5 સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ક્વોરન્ટાઈ હોવા છતા તમામ સભ્યો અમદાવાદ જતા રહેતા આ પરીવારને તમામ સભ્યો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 માહિતી પ્રમાણે, જુના શિહોરા ગામે સીમ વિસ્તારમાં પીપળીયા સ્ટેન્ડની સામે રહેતા જશુભાઇ કાળુભાઇ પરમાર(ઉંમુ,55), તેમના પત્ની સવિતાબેન (ઉંમર 52), પુત્ર મહેન્દ્રસિંહ (ઉંમર,22), પુત્રવધુ જયાબેન (ઉંમર,21) અને પુત્રી ઉષાબેન (ઉંમર,19)ને નવા શિહોરાના મેડિકલ ઓફિસર દ્વારા 27 માર્ચથી 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન  હોસ્પિટલ સ્ટાફના માણસો તેમજ આશાવર્કર દ્વારા તેમના ઘરે તપાસ કરવા ગયા તો કોઈ વ્યક્તિ ઘરમાં હાજર હતા નહી, જેથી ગામમાં આજુબાજુ શોધખોળ છતા તેઓનો પત્તો લાગ્યો ન હતો. જેથી જશુભાનો મોબાઇલ પર સંપર્ક કરતા તેઓ અમદાવાદના વસ્ત્રાલ ખાતે ગોપી ચોકડી પાસે મહાદેવનગર ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

 એક જ પરિવારના પાંચેય સભ્યોએ હોમ ક્વોરેન્ટાઇન કાયદાનો ભંગ કર્યો હોવાથી આખરે ડેસર પોલીસ સ્ટેશનમાં પાંચેય સામે ડૉ. શમસુલહસન મુબારકઅલી ખાને ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં લોકડાઉન જાહેરનામાનો ભંગ કરવા અંગે કુલ 29 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં ડ્રોનનો ઉપયોગ કરીને ગામોમાં પણ લોકોને ભેગા થતા અટકાવવા માટે ફરિયાદ દાખલ કરાઇ છે. પોલીસે એક જ દિવસમાં 127 વાહનો પણ ડીટેઇન કર્યા હતાં.

(1:06 pm IST)