ગુજરાત
News of Wednesday, 8th April 2020

કોરોનાના હાઉ વચ્ચે : રાજપીપળાના મચ્છી માર્કેટમાં શ્વાનનો આતંક : ત્રણ દિવસમાં 30 થી વધુને કરડયું

મંગળવારે એક જ દિવસે ત્રણ વ્યક્તિઓને બચકા ભરતા સારવાર કરાવી:તંત્ર આ શ્વાનને ઝબ્બે કરે તેવી માંગ

 

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હાલ કોરોના ના હાઉ વચ્ચે રાજપીપળા શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં રખડતું એક શ્વાન જાણે માનવીનું લોહી ચાખી ગયું હોય તેમ પાગલ થઈ ત્રણેક દિવસથી આવતા જતા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી રહ્યું છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ અત્યારસુધી માં લગભગ 30 થી વધુ વ્યક્તિઓને કૂતરું કરડી ચૂક્યું હોય સ્થાનિકો ની સાથે સાથે આવતા જતા લોકો પણ ત્યાંથી પસાર થતા ફફડી રહ્યા છૅ.

આજે ત્રણેક વ્યક્તિઓને બચકા ભર્યા જેમાં ઇમરાન સિદી નામના એક યુવાનને પગમાં કરડતા તે તાત્કાલિક રાજપીપળા સિવિલમાં સારવાર માટે પહોંચ્યો હતો.ત્યારે તંત્ર આમ આતંક મચાવતા શ્વાન ને ઝબ્બે કરી ક્યાંક છોડી આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

(9:46 pm IST)