વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન, વલસાડ બ્રાંચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેલવેના મૈત્રી હોલમાં મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે આઈ.એ.એસ. ડૉ. હસરત જાસ્મીન ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રેલવે મહિલા કર્મચારીઓને સંબોધતા તેમણે મહિલાઓને શિક્ષિત અને સંગઠિત થઈ પોતાના અધિકાર માટે જાગૃત થવા કહ્યું હતું. તદુપરાંત ગત વર્ષમાં રેલવે ની ઉત્કૃષ્ટ સેવા કરવા બદલ મહિલા કર્મચારીઓને સિનિયર ડી.ઓ.એમ. નું પ્રશંસા પત્ર આપી તેમને બિરદાવ્યા હતાં.
આ સંમેલન માં ડૉ. પી. કાકડે, શારદાદેવી ત્યાગી, હેમલતા વિનચુરકર અને ઊર્મિલા સાવલકર ઊપસ્થિત રહ્યા હતા. આ સંમેલનનું સંચાલન સ્મિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવા માટે મહિલા વિંગ ના સ્મિતા પટેલ,સરિતા શર્મા, પ્રિતી પટેલ,હેલડા પરમપીલ, સાહિસ્તા બેલીમે ભારે જહેમત ઉઠાવી હતી.