ગુજરાત
News of Monday, 8th March 2021

અમદાવાદમાં નવા 9 વિસ્તાર માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર : 4 વિસ્તારને દૂર કરાયા : હાલમાં કુલ 45 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારમાં અમલમાં

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને  અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે, જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રિપોર્ટના અનુસંધાને કંટેઇન્મેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે,હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 45 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર અમલમાં છે, તેમજ હાલ નોંધાયેલ કોવીડ 19ના કેસોને ધ્યાને લઇ આજ નવા 9 વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે અને 4 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવે છે

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા તા, 9ના રોજ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે, સર્વેની કામગીરી દરમિયાન ધ્યાને આવેલ કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે

(9:15 pm IST)