ગુજરાત
News of Monday, 8th March 2021

પતિ મને અને મારી પુત્રી પાસે ગંદુ કામ કરવાનું દબાણ કરતો હતો: સુરતની પરિણીતાનો આરોપ

અમદાવાદમાં રહેતો પતિ જયમીન પટેલનો સતત ત્રાસ :એક મહિના પહેલા ફરિયાદ પણ આપી હતી,પણ પોલીસ સાથ સહકાર નથી આપતી: વિડિઓ વાયરલ

સુરત :વુમન્સ ડેના દિવસે જ સુરતમાં પરણિત મહિલા પર અત્યાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ પતિ પર ધંધો કરાવવાનો આરોપ લગાવ્યો છે. આજે વિશ્વ મહિલા દિવસ છે, અને તેની ઉજવણી ઠેર-ઠેર થઇ રહી છે. ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓ મોટા મોટા ભાષણો આપીને સ્વયંસંતોષ માની રહ્યા છે. માત્ર ભાષણોથી મહિલા સલામતિ લાવવાની હોય તેવી સુરક્ષાની ગુલબાંગો સરકાર અને સરકારી તંત્ર ફૂંકી રહ્યા છે. ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પરંતુ જમીની હકીકત કંઇ ક અલગ જ છે. મહિલાઓ પર ધાર્યા કરતા વધારે અત્યાર થઇ રહ્યા છે. ત્યારે સુરતની ઘટના આંખ ઉઘાડનારી છે

  એક તરફ આજે વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહિલા પર અત્યાચારનો વધુ એક ચોકવાનરો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલાને સતત ત્રાસ અપાઈ રહ્યો છે, મહિલાએ પતિ સામે એક મહિના પહેલા ફરિયાદ પણ આપી હતી, જોકે પોલીસ પણ સાથ સહકાર નથી આપતી હોવાનો આરોપ મહિલા લગાવી રહી છે. સુરતનો આરોપ છે કે અમદાવાદમાં રહેતો પતિ જયમીન પટેલ સતત ત્રાસ આપી રહ્યો છે. પત્નીનો આરોપ છે કે તે મને અને બાળકીને જાન થીમારી નાખવાની ધમકી પણ આપી રહ્યો છે. મહિલાનો એવો આરોપ લગ્ન સમય બાદથી જ પતિ મારા રૂપિયા પર જલસા કરતો હતો, તે મને અને મારી બાળકી પાસે ગંદુ કામ કરવાનું દબાણ કરતો હતો. મને વુમન્સ ડેના દિવસે ન્યાયની અપેક્ષા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધ્યા છે. સરકાર મહિલાઓની સુરક્ષા માટે યોજનાઓ ઘડી રહી છે, પરંતુ તેની અમલવારી પૂર્ણરૂપે થઇ શકતી નથી. જેથી મહિલાઓને પુરતી સુરક્ષા નથી મળતી અને અત્યાચારનો ભોગ બને છે.

(8:14 pm IST)