ગુજરાત
News of Monday, 8th March 2021

મેઘરજ તાલુકાના અજુહિરોલા ગામે આધેડના ખેતરમાંથી બાવળ કાપવા બાબતે થયેલ ઝઘડામાં એક મહિલા સહીત ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મેઘરજ:તાલુકાના અજુહીરોલા ગામે ૭૦ વર્ષીય આધેડના ખેતરમાંથી કેટલાક શખ્સોએ બાવળનું ઝાડ કાપતા હોય આધેડે ઝાડ કેમ કાપો છો તેમ કહેતા આધેડને એક મહીલા સહિત ત્રણ શખ્સોએ કુહાડી મુદ્દલ મારી ગડદા પાટુનો માર મારતાં આધેડ ઈસમે મેઘરજ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અજુહીરોલા ગામના વાલા નાથા ડામોર રવિવારે સવારે બકરાંને ખવડાવવા માટે પાલો લેવા માટે તેમના ખેતરમાં જતા હતા તે સમયે વાલાભાઈના ખેતરમાં તેમના ગામનો જાલા નાથા અને રણજીત જાલાજીવીબેન જાલા ડામોર ત્રણે જણા વાલાભાઈના ખેતરમાં આવેલા બાવળનું ઝાડ કાપતા હતા. જેથી વાલાભાઈએ કહ્યું હતું કે મારા ખેતરમાંથી ઝાડ કેમ કાપો છો તેમ કહેતા જાલા નાથા એકદમ ઉશ્કેરાઈ જઈ વાલાભાઈને ગાળો બોલી કુહાડીની ઉંધી મુદ્દલ ફટકારતા વાલાભાઈ નીચે પડી ગયા હતા. તેમનું ઉપરાણુ લઈ રણજીત અને જીવીબેન વાલાભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. બુમાબુમ થતાં આજુબાજુુના માણસો આવી જતા ત્રણે શખ્સો ભાગ્યા હતા અને જતા જતા વાલાભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ગયા હતા.

(5:48 pm IST)