ગુજરાત
News of Monday, 8th March 2021

વડોદરા: પેટીએમમાં કેવાયસી કરવાના બહાને પ્રોફેસરના ખાતામાંથી ઠગ ટોળકીએ 99 હજાર ટ્રાંસફર કરી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં ઓનલાઈન છેતરપીંડીનો વધુ એક બનાવ બન્યો છે જેમાં મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ના ખાતા માંથી ઠગ આ ટોળકીએ રૂપિયા ટ્રાન્સફર કરી લેતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે.

ડિસેમ્બર 2019માં એમ.એસ.યુનિવર્સિટીમાં સેમિનાર દરમિયાન કોઈ વ્યક્તિનો પેટીયમ KYC માટે ફોન આવ્યો હતો. પરંતુ મેં વાત કરી નહોતી. ત્યારબાદ આ વ્યક્તિનો વારંવાર KYC માટે ફોન આવતો હતો. જેથી કેવાયસી કરવા માટે તેણે બતાવેલી એપ ડાઉનલોડ કરી હતી.

મહિલા ડોક્ટરે કહ્યું છે કે, ઠગે મારી પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો અને ફેશિયલ કર્યા બાદ પ્રોસિજર કર્યા બાદ રૂ. 1 નું ટ્રાન્જેક્શન કરવા જણાવ્યું હતું. જે પેમેન્ટ સફળતાપૂર્વક થઈ જતા મને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ ઠગે પેટીએમ લિમિટ કેટલી રાખવી છે તેમ કહી રૂ 5000ની લિમિટ રાખી હતી. થોડીવાર બાદ મેં એકાઉન્ટ ચેક કરતા મારા ખાતામાંથી રૂ.99,970 ટ્રાન્સફર થઇ ગયા હતા. સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)