ગુજરાત
News of Monday, 8th March 2021

ગુજરાતમાં ૯૪ IAS, ૭૦ IPS અધિકારીઓની ઘટ

ર૩ સનદી અધિકારીઓ અને ર૦ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર

રાજકોટ તા. ૮ : રાજયમાં સનદી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ખાલી જગ્યા અંગે સરકારી વિધાનસભામાં આંકડાકીય માહિતી આપી હતી.

રાજયમાં આઇએએસ અને આઇ પી એસની ૩૦% કરતા વધારે જગ્યાઓ ખાલી છેે. રાજયમાં ૩૧૩ આઇએએસ અધિકારીઓનું મહેકમ મંજુર છે તે પૈકી ૭૧ જગ્યાઓ ખાલી છે અને ભરાયેલ જગ્યાઓ પૈકી ર૩ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે. એટલે કે ૯૪ આઇએએસ અધિકારીઓની ઘટ છે આમ ૩૦% કરતા વધારે સનદી વહીવટી અધિકારીઓની ઘટ છે.

રાજયમાં ર૦૮ આઇપીએસ અધિકારીઓનું મહેકમ મંજુર થયેલ છે તે પૈકી પ૦ જગ્યાઓ ખાલી છેઅ ને ભરાયેલ જગ્યાઓ પૈકીર૦ અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે એટલે કે ૭૦  આઇપીએસ અધિકારીઓની ઘટ છે આમ ૩૦% કરતા વષરે સનદી પોલીસ અધિકારીઓની ઘટના કારણે રાજયમાં બુટલેગરો, ગુંડાઓ અને માફીયાઓ બેફામ બન્યા છે. તેમ તેમનુ઼ કહેવુંછે

સેકેશન અધિકારી વર્ગ-રનું સચિવાલય કક્ષાએ પ૩પ જગ્યાઓ મંજુર થયેલ છે તેની સામે ૧૦૭ જગ્યાઓ ખાલી છે એટલે કે રપ% જગ્યાઓ ખાલી છે ખાલી જગ્યાઓ પૈકી રપ જગ્યાઓ બઢતીથી ભરવાની હોવા છતા બઢતી  આપીને ભરવામાં આવતી નથી. આવી જગ્યાઓ ખાલી હોવાના કારણે સામાન્ય નાગરીકોના પ્રશ્નોની ફાઇલો સચિવાલયમાં વર્ષો સુધી ધુળ ખાઇ છે. તેમ ચર્ચાઇ રહ્યુંછે.

(4:11 pm IST)