ગુજરાત
News of Monday, 8th March 2021

ગુજરાતમાં રર૦૩ ઉદ્યોગો બંધ

વિકાસના દાવા ખોખલા ? જી.આઇ.ડી.સી.માં ૮પ૩૯ પ્લોટ ખાલી : રાજકોટ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં ૧પ૪ ઉદ્યોગ બંધ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૮ :  રાજયમાં આવેલા ઔદ્યોગિક વસાહતીમાં ૮,પ૩૯ પ્લોટ અને ૪૦૦ શેડ ખાલી પડેલ છે. તેમજ આ ઔદ્યોગિક વસાહતોમાં ર,ર૦૩ ઉદ્યોગો મંદીની જાળમાં ફસાવવાના કારણે બંધ હાલતમાં પડેલ છે. રાજય સરકારની નાના અને મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિઓના કારણે જી.આઇ.ડી.સી.ઓ.માં આવેલ પ્લોટ અને શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને રસ નથી તેમજ આવેલ ઉદ્યોગ પણ બંધ હાલતમાં છે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે.

રાજકોટ જીલ્લામાં ૧પ૪, પોરબંદરમાં ૧૧૦, મોરબીમાં ૧૪, કચ્છમાં ૧૬૬, જામનગરમાં ર૪, દ્વારકામાં ૧૧, જુનાગઢમાં ૪૬, ભાવનગરમાં ૧પ૮, બોટાદમાં ૪,, અમરેલીમાં ૩૯ સહિત રાજયમાં કુલ રર૦૩ ઉદ્યોગ ઔદ્યોગિક વસાહતમાં બંધ પડયાનું સરકારે કોંગી ધારાસભ્યોએ પુછેલ પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું.

(4:11 pm IST)