ગુજરાત
News of Monday, 8th March 2021

મુંબઈ, ગોવા, રાજસ્‍થાન, દુબઈથી ફરીને આવેલા ૧૯ લોકોને કોરોના

ગૃહીણીઓ, વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધતા સાવચેતી રહેવા અપીલ

સુરતઃ રાંદેર, અઠવા ઝોનમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્‍ચે આ બન્‍ને ઝોનમાં દુબઇ, મુંબઇ, રાજસ્‍થાન, ગોવા સહિત વિવિધ રાજયોમાંથી પરત સુરત ફરેલા ૧૯ વ્‍યકિતઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે.

દુબઇથી ફરીને આવનારા ૩, મુંબઇથી આવનારા ૩, રાજસ્‍થાનથી બે, ગોવા, વડોદરા અને સારંગપુર થી એક એક મળીને કુલ ૧૧ વ્‍યકિતઓ કોરોના પોઝીટીવ આવ્‍યા છે. જયારે રાંદેર ઝોનમાં અમદવાદથી આવનાર ૨ વ્‍યકિત તેમજ મુંબઇ, સુરેન્‍દ્રનગર, ગીર સોમનાથ, ભરૂચ, ડાકોર, વડોદરાથી આવનાર એક એક વ્‍યકિત મળીને આઠ વ્‍યકિત કોરોના પોઝીટીવ આવ્‍યા છે.

બહારગામથી શહેરમાં પરત ફરનારા લોકો કોરોનાની ગાઇડ લાઇનનું પાલન ન કરી કોરોનાને હળવાશથી લેતા હોવાનું ધ્‍યાને આવ્‍યુ છે. તેથી તકેદારી રાખવા ફરી તાકીદ કરાઇ છે. મહિલા, ગૃહિણી અને વિદ્યાર્થીનીઓમાં સંક્રમણ વધતા પરિવારોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

એકબાજુ પ્રવાસી નાગરિકો એટલેકે બહાર ગામથી ફરીને આવનારા લોકોમાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યુ છે. તો બીજી બાજુ શહેરમાં કોલેજો, કોંચીંગ કલાસીસમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. જેમાં મહિલાઓ, ગળહિણીઓમાં અને વિદ્યાર્થીનીઓમાં પોઝીટીવ કેસોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે. જે પરિવારના બાળકો શાળા કોલેજ કે કોંચીગ કલાસીસ જતા હોય છે. તેથી આવા પરિવારોને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.

(1:37 pm IST)