ગુજરાત
News of Monday, 8th March 2021

અમદાવાદ:કમિશનર ઓફિસ પાછળ ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો

દરિયાખાન ઘુમ્મટ પાસેથી 18 લોકો પકડાયા : 2.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ: શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસની પાછળ આશરે 200 મીટર દૂર ચાલતા જુગારનાં અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી હતી. દરિયાખાન ઘુમ્મટ પાસેથી 18 લોકો પકડાયા હતા. પોલીસે 2.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્ટેટ મોનિટરીંગ સેલ છેલ્લા કેટલાય સમયથી કોના ઇશારે નિષ્ક્રિય રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે

  માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાહીબાગ પોલીસ કમિશનર કચેરીની પાછળના દરિયાખાના ઘુમ્મટ પાસે ગાર્ડનમાં દાઉદ ઈબ્રાહિમ મિયાંણા નામનો શખ્સ જુગારધામ ચલાવતો હતો. જોકે પોલીસ સ્ટેશન સહિત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીમાં અનેક ફરિયાદો કરી છતાં તેની સામે કોઈ કાર્યવાહી ન થઇ. આખરે સ્ટેટ મોનિટરીંગ સેલમાં પણ લાંબો સમય ફરિયાદ થતાં રેડ થઈ હતી

ગાંઘીનગર સ્ટેટમોનિટરીંગ સેલની ટીમ તથા એસઆરપીની ટીમ સાથે મળીને તે જગ્યા પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ અનેક લોકો ભાગી ગયા હતાં. પોલીસે પાછળ દોડીને ૧૮ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.1.16 લાખ તથા 14 મોબાઈલ ફોન મળીને કુલ રૂ.2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

(9:47 pm IST)