ગુજરાત
News of Monday, 8th March 2021

વલસાડ સિટી પોલીસ સ્ટેશન ના જવાને માનવતાનું ઉતમ ઉદાહરણ આપ્યું

વલસાડ ના રોશન અલી દરગાહ પાસેથી ખોવાયેલ એક વ્યક્તિના પાકીટ મોબાઈલ અને તમામ રોકડ રકમ પરત કરાઈ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના રોશન અલી દરગાહ પાસે મોહમ્મદ સલીમ નામના વ્યક્તિ ના મોબાઈલ અને પાકીટ ખોવાઈ ગયા હતા. જે ઘણી શોધખોળ બાદ પણ મળ્યા ન હતા જેને લઈને વલસાડ સીટી પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય આ વિસ્તારમાં  પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે  દરમિયાન  તેમને મોબાઈલ અને પાકીટ મળી આવ્યા હતા જેને લઈને તેઓ દ્વારા મોબાઈલ અને પાકીટ ના ડોક્યુમેન્ટ પરથી મુળ માલિક ને શોધી ને પરત કર્યુ હતું જ્યારે પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે

(9:01 pm IST)