ગુજરાત
News of Friday, 8th March 2019

નડિયાદમાં સોશિયલ મીડિયા પર અશ્લીલ મેસેજ મુકનાર જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ:માં રહેતી એક મહિલાને આંધ્રપ્રદેશમાં રહેતી તેની સગી જેઠાણીએ હોલા એપ્લિકેશન પર અશ્લીલ મેસેજ મૂકી પોતાની દેરાણીનો નંબર આપી દેતાં છેલ્લાં એક વર્ષથી ભારતના વિવિધ ઠેકાણેથી નડિયાદની મહિલા પર ફોનો શરૂ થઈ ગયાં હતાં. અને ફોન કરનાર અઘટીત માંગણી કરવા લાગ્યાં હતાં. આ મહિલાએ કોઈ પોતાના નામનો હોલા એપ્લિકેશન પર નંબર ચઢાવી બદનામ કરી રહ્યું છે. તેવું લાગતાં આ બાબતની તપાસમાં તેની સગી જેઠાણીનું જ નામ ખુલતાં નડિયાદ પોલીસમાં જેઠાણી વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી છે. 

મળતી માહિતી મુજબ નડિયાદમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતાં એક વેપારીની પત્નિના મોબાઈલ પર છેલ્લાં એક વર્ષથી અજાણ્યાં વ્યક્તિઓના વિડિયો કોલ આવતાં હતાં. આ વિડિયો કોલ તે રિસિવ કરતી ન હતી. જેથી વ્હોટ્સએપ પર હાય ટીના, આઈ લવ યુ, કેમ અત્યારે મુડમાં નથી સવારે તો મુડમાં હતી. તેવા મેસેજો શરૂ થઈ ગયાં હતાં. દિવસે દિવસે આવા અશ્લીલ મેસેજો વધતાં ગયાં. જેથી આ મહિલા કંટાળી ગઈ હતી. તા.૨૧-૨-૧૮ થી લઈ અત્યાર સુધીમાં તેના મોબાઈલ પર આવા પ્રકારના વિવિધ મેસેજો આવતાં હતાં. જેથી તેણે એવુ મહેસુસ થયું કે કોઈ તેને બદનામ કરવા કાવતરૂ કરી રહ્યું છે. પરંતુ સાઈબર ક્રાઈમ કરનાર આવા વ્યક્તિ સુધી પહોંચવું મુશ્કેલ હતું. જેથી તેણીએ પોતાની આગવી સુઝથી આ વ્યક્તિ સુધી પહોંચવા પ્રયત્ન શરૂ કર્યાં. અને અજાણ્યાં ફોન કોલરને રિક્વેસ્ટ કરીએ જાણી લીધું કે તમને મારો નંબર ક્યાંથી મળ્યો. ત્યારે હોલા સાઈટ પરથી આ નંબર મળ્યો હોવાનું બહાર આવ્યું હતું. અને એક કોલર ને રિક્વેસ્ટ કરતાં તેણે હોલા સાઈટનો સ્ક્રીન શોટ પાડીને મોકલતાં તેમાં એક નંબર દેખાઈ આવ્યો હતો. 

(6:21 pm IST)