ગુજરાત
News of Wednesday, 8th February 2023

દહેગામમાં રખડતા પશુના હડફેટે મહિલાનું મોત: ઢોર માલીકના જામીન નામંજૂર :સાબરમતી જેલમાં મોકલ્યા

મેલાભાઈ રબારી અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો

ગાંધીનગરના દહેગામમાં રખડતા પશુના હડફેટે એક મહિલાનું મોત થયું છે. પ્રાણીના માલિક અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સંબંધીઓએ માંગ કરી છે. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે સત્તાવાળાઓએ જવાબદારી ટાળવાનો પ્રયાસ કર્યો હતો. વધી રહેલા વિરોધને જોતા દહેગામ પોલીસે પ્રાણીના માલિક અને પાલિકાના અધિકારીઓ સામે ગુનો નોંધવો પડ્યો હતો.

દહેગામની મધુબેન સોનારા નામની મહિલાનું ગઈકાલે રાત્રે રખડતા ઢોર સાથે અથડાતા રિક્ષાની અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં સમાજના લોકો અને સગા-સંબંધીઓએ આ કેસમાં અધિકારીઓ હોય તેવા કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસર સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. આ સંદર્ભે, તેમણે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ ન લેવાનો આગ્રહ પણ કર્યો હતો. તેમના ધરણાં બાદ આખરે અહીંનું વાતાવરણ તંત્ર પ્રત્યે અપ્રિય બની ગયું હતું.

 આ દરમિયાન સોસાયટીના અન્ય લોકો અને સ્થાનિક લોકોએ પણ આ માંગમાં અવાજ ઉઠાવ્યો હતો અને રખડતા પશુઓને કારણે થતી મુશ્કેલી દૂર કરવા માંગ કરી હતી. વધતો વિરોધ જોઈને દહેગામ મામલતદારે પરિવારજનોને સમજાવ્યા. આખરે આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરાયું હતું. મેલાભાઈ રબારી અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઢોર માલિક મેલાં ભાઈ ભલા ભાઇ રબારીના જામીન નામંજૂર કરાયા છે અને દહેગામ કોર્ટે ઢોર આરોપીને સાબરમતી જેલ મોકલવામાં આવ્યો છે

(10:33 pm IST)