ગુજરાત
News of Saturday, 8th February 2020

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં વેપારીના 13,50 લાખ ભરેલી બેગની લૂંટ: સનસનાટી

મની એક્સચેન્જના વેપારીને આંતરીને કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપીને બેગની લૂંટ કરીને ત્રણ બાઇકસવાર ફરાર : નાકાબંધી

વડોદરા: વડોદરાના અલકાપુરી વિસ્તારમાં વેપારી પાસેથી 13,50 લાખની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે વડોદરાનાં મની એક્સચેન્જનો ધંધો કરતા વેપારીને આંતરિને લૂંટી લીધો હતો. લૂંટારૂઓએ કસ્ટમનાં અધિકારી તરીકેની ઓળખ આપીને વેપારીને ઉભો રાખીને તેની પાસે રહેલો થેલો રોકડા ભરેલી બેંગ લઇને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. બાઇક પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા અને લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે જાણ થતા જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.

  મની એક્સચેન્જના વેપારી પાસેથી 10 હજાર ડોલર અને 7000 પાઉન્ડની લૂંટ થઇ હતી. જે ભારતીય રૂપિયા પ્રમાણે 13.50 લાખની લૂંટ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર શહેરમાંનાકાબંધી કરીને તપાસ ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસ આદરી છે, લૂંટનાં સીસીટીવી પણ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવસેને દિવસે ક્રિકેટની ઘટના કુદકેને ભુસકે વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

(11:34 pm IST)