ગુજરાત
News of Saturday, 8th February 2020

અમદાવાદના પીરાણા નજીક પીપળજમાં આવેલી નંદમ ડેનિમ નામની કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ

આગમાં 4થી 5 લોકો ફસાયા હોવાની આશંકા : બીજા અને ત્રીજા માળે આગ હોવાથી શેડ તોડીને ક્રેનની મદદ લેવાઈ : આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ

અમદાવાદના પીરાણા નજીક પીપળજમાં આવેલી નંદમ ડેનિમ નામની કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. 100 જેટલા ફાયર જવાનો આગ બુઝાવવા માટે કામે લાગ્યા છે.

 આગને કાબુમાં લેવા માટે આધુનિક ક્રેનની મદદ પણ લેવાઇ રહી છે. આગ લાગતા દોડધામ મચી જવા પામી છે

  અમદાવાદની નંદમ ડેનિમ કાપડ ફેક્ટરીમાં લાગેલી આગમાં 4થી 5 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. હાલ ગાને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. બીજા અને ત્રીજા માળે આગ લાગી હોવાથી શેડ તોડીને ક્રેનની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

(11:03 pm IST)