ગુજરાત
News of Saturday, 8th February 2020

આઈ,પી,એસ,ઓફિસર મનોજ શશીધરની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ: ખાલી જગ્યાનો વધારાનો હવાલો આઇપીએસ સંજય શ્રીવાસ્તવને સોંપાયો

આઇપીએસ સંજય શ્રીવાસ્તવન( અધિક પોલીસ મહાનિર્દેશક )સીઆઇડી ( ક્રાઇમ એન્ડ રેલવેઝ ) સાથે ઇન્ટેલિજન્સનો પણ વધારાનો હવાલો સોંપાયો

અમદાવાદ :ગુજરાતના 1994 બેચના આઇપીએસ ઓફિસર મનોજ શશીધર ( હદિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ( ઇન્ટેલિજન્સ ) ગાંધીનગરને ભારત સરકાર હેઠળ પ્રતિનિયુક્તિથી ફરજો બજાવવા છુટા કરવામાં આવતા તેઓની અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ઇન્ટેલિજન્સ ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો ગુજરાતના 1987 બેચના આઇપીએસ ઓફિસર સંજય શ્રીવાસ્તવ (અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ( ક્રાઇમ એન્ડ રેલવેઝ ) ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત અન્ય હુકમો ના થાય ત્યાં સુધી સોંપાયો છે

       આ ઉપરાંત મનોજ શશીધર,આઇપીએસ હત્સકનો અધિક પોલીસ મહાનિર્દેશક ( જીયુવીએનએલ ) વડોદરાની જગ્યાનો વધારાનો હવાલો કે,જી,ભાટ્ટી જેઓ ગુજારતા 1999 બેન્ચના સંયુક્ત પોલીસ કમિશનર ( ક્રાઇમ એન્ડ ટ્રાફિક ) વડોદરામાં હાલ ફરજ બજાવે છે તેઓને તેઓની હાલની ફરજ ઉપરાંત અન્ય હુકમો ન થાય સુધી સોંપાયો છે

(10:12 pm IST)