ગુજરાત
News of Saturday, 8th February 2020

અમદાવાદનો સૌ પ્રથમ કિસ્સો : ટ્રેડમાર્કના ખોટા ઉપયોગ ગ્રામકોર્ટે બદલ ફટકારી જેલની સજા

પાટનર શિપ તૂટી ગયા બાદ પણ આલમ ખાને ટ્રેડમાર્ક નો ખોટો ઉપયોગ કર્યો

અમદાવાદઃ અમદાવાદના મકરબામાં આવેલ આઇ જીમ હોલિક્સ જીમના ટ્રેડમાર્કના મામલે ગ્રામ્ય કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. જીમમાં ઇશાનન કુરેશી અને આલમ ખાન વચ્ચે પાર્ટનરશીપ થઈ હતી જે પાર્ટનરશીપ તૂટી ગયા બાદ પણ આલમ ખાને ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ કર્યો હતો.
         જીમના નામના ટ્રેડમાર્કને લઈને વિવાદ સામે આવ્યો છે. જેમાં ટ્રેડમાર્કને લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કોઈ આરોપીને જેલની સજા કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. અમદાવાદના મકરબામા આવેલા આઇ જીમ હોલિક્સ જીમના ટ્રેડમાર્કના મામલે ગ્રામ્ય કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. ગ્રામ્ય કોર્ટે ટ્રેડમાર્કને લઈને પ્રથમવાર કોઈ આરોપીને જેલની સજા કરી છે. ઇશાન કુરેશી નામની વ્યક્તિએ પોતાના જીમના નામની ટ્રેડમાર્કની રજીસ્ટ્રેશન કરાવી હતી. અને ત્યારબાદ ઇશાનન કુરેશી અને આલમ ખાન વચ્ચે પાટનાર શિપ થઈ હતી.
        જે પાટનર શિપ તૂટી ગયા બાદ પણ આલમ ખાને ટ્રેડમાર્ક નો ખોટો ઉપયોગ કર્યો હતો આ મામલે ડીસ્ટ્રીક કોર્ટમાં ઇશાન કુરેશીએ તેની સામે ટ્રેડમાર્કને લઈને દાવો કર્યો હતો. જેમાં બંને પક્ષકારોને સાંભળીને કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે આલમ ખાનને ટ્રેડમાર્ક નો ખોટો ઉપયોગ બંધ કરવા હુકમ કર્યો હતો. ટ્રેડ માર્ક નો ઉપયોગ બંધ ન કરતા અરજદાર ઈશાન કુરેશી દ્વારા કોર્ટમાં કન્ટેમ્પટ પીટીશન કરવામા આવી હતી. તેને લઈને કોર્ટના આદેશના અનાદર બદલ કોર્ટે આરોપી આલમખાન સહીત 2 આરોપીઓને એક મહિના ની જેલની સજા ફટકારી છે. ઉલેખનીય છે કે ટ્રેડ માર્ક માં જેલની સજા થઈ હોય તેવું ગ્રામ્ય કોર્ટ નો પ્રથમ કિસ્સો છે

      અત્રે ઉલ્લેખનીય છે કે જીમના વિવાદમાં અમદાવાદ ડીસ્ટ્રીક્ટ ગ્રામ્ય કોર્ટે જીમના માલીકોને ફરીયાદીનુ ટ્રેડમાર્ક હોઈ નામ રીમુવ કરવા અગાઉ આદેશ કર્યો હતો.. અમદાવાદ ના મકરબા મા આવેલ આઇ જીમ હોલિક્સ જીમના ટ્રેડમાર્કના મામલે ગ્રામ્ય કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. ઇશાન કુરેશી નામની વ્યક્તિએ પોતાના જીમના નામની ટ્રેડમાર્કની રજીસ્ટ્રેશન કરાવી હતી. અને ત્યારબાદ ઇશાનન કુરેશી અને આલમ ખાન વચ્ચે પાટનાર શિપ થઈ હતી. જે પાટનર શિપ તૂટી ગયા બાદ પણ આલમ ખાને ટ્રેડમાર્ક નો ખોટો ઉપયોગ કર્યો હતો.

(9:25 pm IST)