ગુજરાત
News of Saturday, 8th February 2020

બનાસકાંઠા જીલ્લામાં નર્મદા કેનાલોમાં ગાબડાંનો સિલસિલો યથાવત : દૈયપ ડીસ્ટ્રી કેનાલમાં ૩૦ ફૂટનું મસમોટું ગાબડું

હલકી ગુણવત્તાની કામગીરીને કારણે વારંવાર કેનાલોમાં ગાબડાં પડતા ખેડૂતો પરેશાન

બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે દૈયપ ડીસ્ટ્રી કેનાલમાં ૩૦ ફૂટનું મસમોટું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિક ખેડુતોનો આક્ષેપ છે કે, હલકી ગુણવત્તાની કામગીરીને કારણે વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે

  નર્મદાના સત્તાધિશોએ ગાબડાંની જાણકારી મેળવવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના કાસવી ગામની સીમમાંથી પસાર થતી દૈયપ ડિસ્ટ્રી કેનાલમાં ૩૦ ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનાલમાં ગાબડાંથી ૭ એકર જીરાનો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હોવાનું ખેડુત જણાવી રહ્યા છે. લાખો લીટર પાણીના વેડફાટથી ખેડુતોને મોટા નુકશાનની ભિતી સેવાઇ રહી છે.

(9:00 pm IST)