ગુજરાત
News of Saturday, 8th February 2020

યુવાધન બાળકીની મૂડી છે, તેનું સાચું ઘડતર ખુબ જરૂરી

ઝળકતા ઘણા વિદ્યાર્થીઓને ઇનામ અપાયા : દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ : મહેસૂલ મંત્રી કૌશિક પટેલ

અમદાવાદ,તા.૮ : બદલાતા જતાં સમયમાં શિક્ષણમાં પરિવર્તન સાથે ટેલેન્ટ ખૂબ જ જરૂરી છે. દેશનું ભાવિ ઘડવાનું કામ મહત્વનું છે. યુવાઘન આપણી સાચી મૂડી છે. તેનું સાચું ઘડતર દેશને ગૌરવ અપાવશે. તેમ રાજયના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કલોલ તાલુકા કેળવણી મંડળના ૭૧મા વાર્ષક ઉત્સવમાં મુખ્ય મહેમાન પદેથી બોલતાં જણાવ્યું હતું. મંત્રી કૌશિક પટેલે વઘુમાં જણાવ્યું હતું કે, જયારે આઝાદીની લડતનું આંદોલન ચાલતું હતું. તે સમય ૧૯૩૫ મા આ સંસ્થાએ બાળકાને શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું હતું. ૫૦ વિઘાર્થીઓના બીજથી શરૂ થયેલ સંસ્થા ૧૩ હજાર જેટલા વિઘાર્થીઓને શિક્ષિત કરવાની સાથે ટેલેન્ટ આપવાનું કાર્ય કરતું વટવૃક્ષ બન્યું છે. દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ છે.

       જેનો વિચાર બીજ આ સંસ્થાએ આઝાદી પહેલા રોપ્યું હતું. આજના વિઘાર્થીઓ માટે ખૂબ જ સારી સુવિઘાઓ છે. ટેક્નોલોજીના ઉપયોગથી આંગળીના ટેરવે સમગ્ર દુનિયાનું જ્ઞાન પોતાની હથેળીમાં મેળવી શકે છે. આ સુવિઘાઓનો સદૂઉપયોગ કરી વ્યક્તિગત રીતે આગળ વઘવા વિઘાર્થીઓને અનુરોઘ કર્યો હતો. મંત્રીએ વઘુમાં ઉમેર્યું હતું કે, આપણને મહામૂલી આઝાદી મળી છે. હવે આપણે આઝાદી માટે ગોળીઓ ખાવાની કે ફાંસીએ ચઢવાની જરૂર નથી. પણ સ્વરાજયને સુરાજય બનાવવાનું છે. તેના માટે રાષ્ટ્ર અને સમાજ માટે કંઇકને કંઇક સારું કરવાની ભાવસાથે આગળ આવવું જોઇએ. તેમણે દાતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાષ્ટ્ર અને સમાજના બાળકોને પોતાના છે, તેમ માની રાષ્ટ્રપ્રત્યેનું ઋણ અદા કર્યું છે. શિક્ષકો-વાલીઓ- ઉઘોગપતિઓ પ્રત્યેક સંપન્ન લોકોએ ચિંતા કરીને આપણી પરંપરા ભાવથી ગૌરવ અપાવ્યું છે. સરકારની મોટી જવાબદારી આવી સંસ્થાઓ એ ઉપાડી લીઘી છે.

        જેમને હું કાયમ યાદ રાખુ છું. તેઓ અભિનંદનને પાત્ર છે. નયા ભારતના નિર્માણમાં આપણા વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ અને એમએસએમઇ જેવા નાના નાના ઉધોગોને પ્રોત્સાહન દ્વારા કૌશલ્યવાન માનવઘનને રોજગાર આપવાનું કામ પણ આવી સંસ્થાઓએ કરવું જોઇએ. વિકાસ અને વિજ્ઞાનનું ત્રાજવું સમાન કરવા તેમણે પ્રેરણા આપી હતી. અને સંસ્થા વઘુ ને વઘુ પત્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ-પર્યાવરણ પ્રેમી શૈલેષભાઇ પટવારીએ કર્વોલીટીવાળા કવોલીફાઇડ યુવાનો તૈયાર કરી ઉઘમશીલ અને પર્યાવરણ પ્રેમી બનવાનો સંદેશો આપી પર્યાવરણને  બિઝનેશ તરીકે અપનાવવા તેમજ એમ.એસ.એમ.ઇ નો લાભ લેવા જણાવ્યું હતું.

        આ પ્રસંગે મનસુખ મેદાણીનું આ સંસ્થાને રૂપિયા ૫૫ લાખ તેમજ ઘારાસભ્ય સુરેશ પટેલ પરિવાર દ્વારા રૂપિયા ૪૧ લાખનું દાન આપવા બદલ ટ્રસ્ટી પ્રફુલ તલસાણીયા અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના પ્રારંભમાં કલોલ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી પ્રફુલ તલસાણીયાએ સ્વાગત પ્રવચન કરી તાલુકા કેળવણી મંડળની ઉતરોત્તર પ્રગતિની વિકાસ યાત્રાની રૂપરેખા આપી સંસ્થાએ મેળવેલ જવલંત સફળતાઓની સિઘ્ઘીઓ વર્ણવી હતી.

(8:48 pm IST)