ગુજરાત
News of Saturday, 8th February 2020

કોંગ્રેસના 6 દાયકાના શાસનમાં કરેલા કામોનું સુરતના કીમમાં ભારત નિર્માણ પ્રદર્શન યોજાયું

કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ શાળાના વિદ્યાર્થીઓને કોંગ્રેસ નેતા વિશે માહિતી આપી

સુરત : દેશમાં છેલ્લા 6 દાયકાના શાસનમાં કોંગ્રેસ દ્વારા જે પણ વિકાસના કામો થયા તેનું સુરતના કીમ ખાતે ભારત નિર્માણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ શાળાના વિદ્યાર્થીઓને કોંગ્રેસ નેતા વિશે માહિતી આપી હતી. જેમા તેમણે વિકાસના કામોના ચિત્રો બાળકો તેમજ કોગ્રેસ નેતાઓ સમક્ષ મુક્યા હતા અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ કોગ્રેસના કરેલા વિકાસના કામો ગણવા બેસસે તો થાકી જશે. તેટલા વિકાસના કામો કોંગ્રેસ દ્વારા કરવામા આવ્યા છે.

 કોગ્રેસ પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ શાળાના વિદ્યાર્થીઓ અને કોગ્રેસ નેતાઓને માહિતી આપી હતી. આઝાદી પછી દેશમાં કોગ્રેસનું શાસન આવ્યું અને કોગ્રેસ ના ૬ દાયકાના શાશનમાં કોગ્રેસ પક્ષ દ્વારા શું કામો કર્યા એની સંપૂણ વિગત સાથે સુરતના કીમ ખાતે ભારત નિર્માણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન કોગ્રેસના પ્રદેશ પ્રવકતા મનીષ દોશીની આગેવાનીમાં યોજાયું હતું

(6:46 pm IST)