ગુજરાત
News of Saturday, 8th February 2020

હિંમતનગર બાયપાસ રોડ પર વક્તાપુર ગામ પાસે કોટન મિલમાં ભીષણ આગ : રૂ નો લાખોનો જથ્થો બળીને ખાખ

શ્રી રાજ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા હિંમતનગર અને ઈડરની ફાયર ફાઈટરએ પાણીનો મારો ચલાવ્યો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર બાયપાસ રોડ પર વક્તાપુર ગામ પાસે આવેલી કોટન જીનમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા જીનમાંથી આગના લબકારા દેખા દેતા જીનમાં કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી હતી કોટનજીનમાં લાગેલી ભીષણ આગના પગલે હિંમતનગર અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી પાણીનો ભારે મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી કોટનજીનમાં રહેલો રૂ નો લાખ્ખો રૂપિયાનો જથ્થો આગમાં ખાખ થઈ જતા ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો.

, હિંમતનગર બાયપાસ રોડ પર વક્તાપુર ગામની સીમમાં આવેલી શ્રી રાજ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આગ પ્રસરી હતી. જીનમાં આગને પગલે હિંમતનગર અને ઈડરની ફાયર ફાઈટર પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આગને પગલે હાઈવે પર ચક્કાજામ થયો હતો.કોટનજીનમાં લાગેલી ભીષણ આગના ધુમાડા અને ગોટેગોટા દુરદુર સુધી દેખાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા કોટનજીન માં રહેલા રૂનો મોટા ભાગનો જથ્થો આગની લપેટમાં આવી જતા લાખ્ખો રૂપિયાનું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

(6:42 pm IST)