ગુજરાત
News of Saturday, 8th February 2020

મહેસાણાના જુદા જુદા બે વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:14 શકુનિઓની 24 હજારની મતા સાથે ધરપકડ

 મહેસાણા: શહેરના કાલરી અને કડીના ગોવિંદપુરામાં ધમધમી રહેલા ત્રણ જુગારધામ ઉપર પોલીસે ઓચિંતી રેડ પાડી હતી. આ ત્રણેય સ્થળોથી જુગાર રમી રહેલા ૧૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી જ્યારે રૃ.૨૪૬૩૦ની મત્તા કબજે કરીને આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે કડી તાલુકાના ગોવિંદપુરા ગામમાં રહેતા કસમ સીપાઇના ઘટની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારની પ્રવૃતિ થઇ રહી છે તેવી મળેલી બામી આધારે બાવલુ પોલીસની ટીમે અહીં ઓચિંતી રેડ પાડી હતી. અહીથી જુગાર રમી રહેલા કાસમ ઉંમર સિપાઇકાળુ જીવાભાઇ કુરેશીકફીર ઇમામભાઇ સીપાઇલાલજી લક્ષ્મણભાઇસબ્બીર હુસેનભાઇ સીપાઇ તેમજ રફીક અમરતભાઇ સીપાઇ ઝડપાઇ ગયા હતા. અને પોલીસે રૃ.૪૦૨૦૦ની મત્તા કબજે કરી હતી. મહેસાણા બી ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે વખતે બાતમી મળેલ કે મોઢેરા ચોકડી પીકઅપ સ્ટેન્ડ પાછળ જુગાર રમાડવામાં આવી રહ્યો છે. તેના આધારે પોલીસે અહીં રેડ પાડી જુગાર રમી રહેલા ભરત ભુપતસિંહ ઝાલામનોજ કૃષ્ણલાલ નાયકવિનુ દિપસંગજી ઠાકોર અને ખોડાજી કેશાજી ઠાકોરની ધરપકડ કરી અહીથી રૃ.૧૧૭૩૦ની મત્તા કબજે કરી હતી. ઉપરાંત બેચરાજી પોલીસને મળતી બાતમી આધારે કાલરીથી દેલવાડા જતા રોડ પરના ખરાબામાં ફુલેલી ફાલેલી જુગારધામની પ્રવૃતિના સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. અહીં રૃ.૨૭૦૦ની મત્તા સાથે મોહન બાલાભાઇ વણકરઇન્દ્રીજીત પરબતજી સોલંકીદશરથ નરસંગજી સોલકી અને નવધણ રણજિતસિંહ વાઘેલાને ઝડપી લીધા હતા.

(5:32 pm IST)