ગુજરાત
News of Saturday, 8th February 2020

અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પતિને પ્રેમી સાથે મળી પત્નીએ નશો કરાવીને કાર નીચે કચડાવી નાખતા પત્નીનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ: શહેરમાં આવેલા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનું ખુદ તેની પત્નીએ પ્રેમીનો સહારો લઈને નવ દિવસ અગાઉ આ પોલીસકર્મીને ખુબ દારૂ પીવડાવી તેને પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં કારમાં લાવી તેના પર કાર ચઢાવી દઈ  હત્યા કરી દઈ પોતાના પ્રેમના રસ્તામાંથી પતિનો કાંટો કાઢી નાંખ્યો હતો. જે અંગેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાયા બાદ તેની તપાસ એલીસીબીએ કરીને મૃતકની ૫ત્નીપ્રેમી અને ડ્રાઈવરને ઝડપી લીધા હતા.

જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીકના જણાવાયા મુજબ ગત તા. 28 અને 29 જાન્યુઆરીના રોજ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિનકુમાર કાંતીલાલ ચાવડા (રહે.સુમીનપાર્ક સોસાયટીકૃષ્ણનગરસૈજપુર બોઘા) ની પત્ની નિશાબેન સાથે લગ્ન કરાયા બાદ તેમને પરીવારમાં બે 18 અને 16 વર્ષના પુત્રો છે. પોલીસના જણાવાયા મુજબ અશ્વિનકુમાર ચાવડાને દારૂ પીવાની આદત હોવાથી તેઓ અવારનવાર દારૂ પીને ઘરે આવીને કંકાસ કરતા હતા. જેનાથી તેમની પત્ની નિશાબેન કંટાળી ગયા હતા.

(5:31 pm IST)