ગુજરાત
News of Saturday, 8th February 2020

દહેગામના કડજોદરામાં બોગસ ડિગ્રી ધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વધુ એક ડોક્ટરની રંગે હાથે ધરપકડ કરવામાં આવી

દહેગામ:તાલુકાના કડજોદરા ગામે ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટીસ કરતો બોગસ ડોક્ટર આરોગ્ય વિભાગે  થોડા દિવસ પહેલા પકડી પાડયો હતો ત્યારે આજે વધુ એક સફળ રેડમાં ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટીસ કરતો મુન્નાભાઇ પકડાયો છે. બહિયલ ગામમાં દર્દીઓની સારવાર કરતો હોવા ઉપરાંત આ બોગસ ડોક્ટર પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલની પણ કોઇ વ્યવસ્થા ન હતી જેને લઇને આ બોગસ ડોક્ટરને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

દહેગામ તાલુકા આરોગ્ય અધિકારીની સુચનાથી  બહિયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. બૈદનાથ રામ, પાલુન્દ્રાના મેડિકલ ઓફિસર ડો. સતિષ કે. પંડયા, કડાદરાના મેડિકલ ઓફિસર ડો. અનુજ્ય પટેલ તથા ટીમના અન્ય સભ્યોએ ભેગા થઇને આજે બહિયલ ગામમાં રેડ પાડી હતી. જ્યાં અમરીષભાઇ ચીનુભાઇ સોની એલોપેથી પ્રેક્ટીસ કરતાં હોવાનું માલુમ પડયું હતું. તેમની પુછપરછ કરતાં તેમની પાસે (સનદ) મુક્તિ પ્રમાણપત્રનો કોર્ષ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

(5:26 pm IST)