ગુજરાત
News of Saturday, 8th February 2020

આણંદ તાલુકાના ચિખોદરામાં રાત્રીના સુમારે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 1.67 લાખનો દૌરનો જથ્થો ઝડપી પાડ્યો

આણંદ :તાલુકાના ચિખોદરા ગામની રાજનગર સીમમાં ગઈકાલ રાત્રિના સુમારે આણંદ ગ્રામ્ય પોલીસની ટીમે ફિલ્મીઢબે એક કારનો પીછો કરી રૂા.૧.6૭  લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જો કે કારચાલક કારને બિનવારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ ગ્રામ્ય  પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન વડોદરા તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચિખોદરા તરફ આવનાર હોવાની બાતમી પોલીસની ટીમને મળતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી.

(5:26 pm IST)