ગુજરાત
News of Saturday, 8th February 2020

ગળતેશ્વર તાલુકાથી કોસમ જતા રસ્તાનની બિસ્માર હાલત:લોકોને અવરજવર કરવામાં હાલાકી

નડિયાદ:ગળતેશ્વર તાલુકાના કોસમથી મીઠાના મુવાડા થી ડભાલી ગામને જોડતો ૫ કિ.મી નો રસ્તો છેલ્લા કેટલાય સમયથી જર્જરીત બન્યો છે.આ રસ્તા પર આવન જાવન કરતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

કોસમથી મીઠાના મુવાડા થઇ ડભાલી, દાતરડી, ગોયાલપુરા, પાલૈયા, સનાદરા, ખાખરીયા,ગરીનપુરા સહિતના આઠથી વધુ ગામોના લોકો આ જાહેર માર્ગ નો ઉપયોગ કરે છે.કોસમથી મીઠાના મુવાડા,ડભાલી ગામ સુધી પ કિ.મીનો રસ્તો ઉબડ-ખાબડ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.જેથી વાહન ચાલકોને વાદડ થઇને પસાર થવાનો વારો આવ્યો છે.જેના કારણે વાહન ચાલકો આશરે ૭ કિ.મી જેટલુ વધુ અંતર કાપીને જવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત કોઇ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

(5:22 pm IST)