ગુજરાત
News of Saturday, 8th February 2020

વડોદરામાં નર્સને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર યુવકના જામીન અદાલતે નામંજૂર કર્યા

 વડોદરા: શહેરમાં નર્સ યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી લગ્નનું નાટક કરી અવારનવાર શારીરિક સંબંધ બાધીને તરછોડી દેનાર યુવકના બહેન- બનેવીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, હાલ દુબઈમાં રહેતા મૂળ મુંબઈના ચંદ્રેશ પ્રવિણચંદ્ર ભટ્ટનો પરિચય નર્સ યુવતી સાથે થયો હતો. ચંદ્રેશે પોતાના લગ્નની વાત છૂપાવીને યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાં તેમજ  અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ એક વખત યુવતીને ગર્ભ રહી જતાં આરોપી ચંદ્રેશે ગર્ભાપત પણ કરાવી દીધો હતો. અને ત્યારબાદ વિદેશ ભાગી ગયો હતો.

આ ગુનામાં પોલીસે ચંદ્રેશ ભટ્ટની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. જ્યારે ચંદ્રેશના બહેન વિભાબેન ભરતભાઈ ભટ્ટ અને બનેવી ભરત ડાહ્યાલાલ ભટ્ટ (બંને રહે. એકવાયરસી  ઓબેરોય સોસાયટી ગોરેગાંવ મુંબઈ  હાલ રહે. યુ.એ.ઈ.)એ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ન્યાયાધીશ એસ.સી. ગાંધીએ નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ ભાવિક પુરોહિતે રજૂઆતો કરી હતી.

(5:24 pm IST)