ગુજરાત
News of Saturday, 8th February 2020

વિજયભાઈએ ખાઉગલીમાં ખાધી સેન્ડવિચ

અમદાવાદના વિશ્વપ્રસિધ્ધ લો ગાર્ડનની ખાઉગલીને નવા રંગરૂપ સાથે ગઈકાલથી સ્વાદના રસીયાઓ માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ખુલ્લી મુકી હતી. ખાઉગલી ઉર્ફે હેપ્પી સ્ટ્રીટ ફુડ પ્લાઝાનું ઉદ્ઘાટન કરીને વિજયભાઈ રૂપાણીએ અહીં બેસીને સેન્ડવીચ- કોફીનો નાસ્તો કર્યો હતો. અમદાવાદમાં આવેલું વર્ષો જુનુ લો ગાર્ડન ખાણીપીણી બજાર હવે હેપ્પી સ્ટ્રીટ ફુડ પ્લાઝાના નામથી ગઈકાલથી ફરી ધમધમતું થયું છે. અમદાવાદની એક ઓળખ બની ગયેલા અને વર્ષોથી ચાલતા આ ખાણીપીણી બજારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા આધુનિક ટચ આપીને ઈન્ટરનેશનલ લેવલનું ફુડ પ્લાઝા બનાવ્યું છે. ગઈકાલે સાંજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ હેપ્પી સ્ટ્રીટનું ઉદ્ઘાટન કર્યું હતું.

(3:33 pm IST)