ગુજરાત
News of Saturday, 8th February 2020

રાજપીપળાની બેંક ઓફ બરોડા શાખામા "વૈકુંઠ નાનુ ને વૈષ્ણવ ઝાઝા" જેવી સ્થિતિ,ગ્રાહકોમાં ગભરાટ

એક બેંકની અંદર બીજી બે બેંકોના ગ્રાહકો અને કર્મચારી ઓનો સમાવેશ થતાં અંધાધુંધીના દ્રશ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:  કેન્દ્ર સરકાર દ્રારા ત્રણ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલીનીકરણના નિર્ણય બાદ બેંક ઓફ બરોડમા દેના બેંક અને વિજયા બેંકનુ મર્જ કરવામા આવેલ છે,આ મર્જ કરવાની શાથે જ બન્ને બેંકોના ગ્રાહકો અને કર્મચારીઓનુ પણ આપોઆપ વિલિનીકરણ થઈ જવા પામેલ છે.હવે ખાતેદારો ના ખાતા નંબરો બદલાશે..? ગ્રાહક નંબરો બદલાશે.?

  એક બેંક ની અંદર બિજી બે બેંકોના ગ્રાહકો અને કર્મચારી ઓનો સમાવેશ થતાં સ્વાભાવિક રીતે "વૈકુંઠ નાનુ ને વૈષ્ણવ ઝાઝા" જેવો ઘાટ સર્જાય ની ઉક્તિ ને સાચી ફેરવતા અંધાધુંધી અને અવ્યવસ્થા ના દ્રશ્યો સર્જાયા હતા.

  જાણવા મળ્યા મુજબ રાજપીપળા સ્ટેશન રોડની બેંક ઓફ બરોડા શાખામા ગાંધી પેટ્રોલપંપ પાસે ની દેના બેંકનો સમાવેશ કરાયો છે અને બેંક ઓફ બરોડાની વડીયા શાખામા એમ.વી.રોડ સ્થિત વિજયા બેંકનો સમાવેશ કરાયો છે,આ સાથે જ ઓછા ભણેલા અને અભણ વૃદ્ધ અશક્ત ખાતેદારોની કરમ કઠણાઈનો પ્રારંભ થયો છે કારણ કે એમને સરકારના નિર્ણયની અસરો સમજાવી શકે તેવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી અને હિન્દી ભાષી સ્ટાફ સાથે વાતચીત કરવામા ગામડાંના ભણેલાં અને અભણ ખાતેદારોને ખૂબ અગવડ પડી રહી છે, પોતાની જુની બેંકમા વર્ષોથી આવતા જતાં અને ટેવાયેલા વૃદ્ધ ખાતેદારોના મનમા સરકાર દ્વારા ગોઠવવામાં આવેલી નવી વ્યવસ્થાથી પોતાની જમા પુંજીને લઈને ઉચાટ અને ગભરાટ દેખાઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.

 

સરકાર ના આ નિર્ણય થી મર્જીત બેંકો નો સ્ટાફ પણ હવે પોતાની નોકરીની ચિંતાને લઈને તાણમા હોય તેમ જણાઈ રહ્યું છે,સ્વાભાવિક છે કે એક મા બે નો સમાવેશ થતા વધેલાં કર્મચારીઓની છટણી અથવા સ્વૈચ્છિક નિવૃત્તિની યોજના અમલમા મુકી સરકાર નક્કામો બોજો ઓછો કરવાની દિશામા વિચારી શકે છે.માટે ભાજપ સરકાર નો આ નિર્ણય હાલ તો આ સૌ માટે અઘરો પડી રહેલો જણાય છે

(12:20 pm IST)