ગુજરાત
News of Saturday, 8th February 2020

CAAના સમર્થન માટે એક જ દિવસમાં 62 મંજૂરી અપાઈ તો અમને વિરોધ માટે કેમ નહીં? :હાઇકોર્ટમાં અરજદારોનો જવાબ

હાઇકોર્ટની પિટિશનનો સરકારે વિરોધ કરતા અરજદારોએ જવાબ રજૂ કર્યો

અમદાવાદઃ નાગરિકતા સંશોધન એકટ (CAA)ના વિરોધનો મામલે રેલીની મંજુરી માંગતી ગુજરાત હાઇકોર્ટમાં મુકાયેલી પીટીશનનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અરજદારોએ પોતાનો જવાબ રજૂ કરતા સરકાર સામે વિરોધ નોધાવ્યો છે.

 

  અરજદારે આજે સરકાર દ્વારા થયેલી એફિડેવિટનો જવાબ રજૂ કરાયો હતો  જેમાં અરજદારે જણાવ્યું છે કે ભારતીય સંવિધાનની કલમ 19 (1) (a) અને (b) એ ભારતીય નાગરિકોને ભેગા થવાંનો અને વાણી સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપે છે તથા જે સંખ્યામાં રેલીમાં લોકો જોડાવાના છે તેની સંખ્યા અમદાવાદમાં વસતા નાગરિકોની અંદાજિત 65 લાખની વસ્તી છે તેની સરખામણીએ સાવ નહિવત છે

 . ઈદ અને રથયાત્રામાં ભેગી થતી લાખોની જન મેદની સામે પણ રેલીમાં જોડાનાર લોકોની સાવ નહિવત સંખ્યા છે. એટલે રેલીની મંજુરી અમને મળવી જોઈએ.. સામે સરકારે પોતે કબુલ્યુ છે એમની એફિડેવિટમાં, કે વિરોધ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવી તે સરકારની જવાબદારી છે અને તે જવાબદારી તે અરજદારો ઉપર ઢોળી ન શકે એવું કહીને કે તમે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી લો.
  બીજુ કે પરમિશન એટલે કે પરવાનગી ન આપવાના જે કારણો અરજદારને આપવામાં આવ્યા હતા તે સિવાયના વધારાના કારણો ઉમેરીને એફિડેવિટ કરવામાં આવી છે જે તદ્દન ખોટુ છે. આ સિવાય જો એ લોકો શાહ આલમની હિંસાનો ઉલ્લેખ કર્યો છે તો તેના વિશે પણ અમારો વાંધો એ છે કે સરકારે પરમિશન ન આપી છતાં સરકારે એવા કોઇ સાવચેતી ના પગલાં લીધા નહોતા જેના લીધે શાહ આલમમાં ટોળા એકઠા ન થાય અને હિંસા ન થાય.
  આ ઉપરાંત અરજદારો એ અનેક પ્રસંગો અને દાખલા ટાંક્યા છે જેમકે સત્તારૂઢ પાર્ટી દ્વારા અત્યંત સાંકડા ખાનપુર ખાતે આવેલા જે.પી. ચોકમાં અવારનવાર રેલીઓ અને સભાઓ નું આયોજન થાય છે. તેમને પરવાનગી આપવામાં આવે છે પણ અમને પૂરતી જગ્યા વાળા સ્થળે વિરોધ પ્રદર્શન કરવા પરવાનગી આપવામાં આવતી નથી.

સત્તારૂઢ પક્ષને એકજ દિવસમાં CAA ના સમર્થન માટે 62 પરવાનગીઓ આપી દેવાય છે પણ અમને પરવાનગી અપાતી નથી. આથી અમને રેલી યોજવા માટે પરવાનગી ના આપી અમારા મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે.

(12:11 am IST)