ગુજરાત
News of Saturday, 8th February 2020

સુરતના વરાછામાં કારને લોક મારી દેતા સોસાયટીના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ત્રણ સામે ફરજમાં રૂકાવટનો કેસ

સોસાયટીના રહીશોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી મારામારી કરી

સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારને લોક મારવામાં આવતા હંગામો થયો હતો. જોકે પોલીસની ફરજમાં રુકાવટ કરવાના કેસમાં 3 લોકોની પોલીસે અટકાયત કરતા સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હંગામો કર્યો હતો

   સુરતના વરાછા વિસ્તારમાં. અહીં ત્રીકમનગર-1 ખાતે નો પાર્કિંગમાં પાર્ક કરેલી કારને લોક મારવામાં આવ્યુ હતું. ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારતા સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા અને હંગામો કર્યો હતો. આ હંગામો જોત જોતામાં ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો, જોત જોતામાં રસ્તા પર જ મારામારી શરુ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા વરાછા પોલીસ તત્કાલિન બનાવવાળી જગ્યા પર દોડી આવી હતી, અને હંગામો કરનાર 3 લોકોની પોલીસના સરકારી કામમાં રુકાવટ નાખવાના ગુનામાં ધરપકડ કરી હતી. આ ઘટનાએ લઇને સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ મામલે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

(9:23 am IST)