ગુજરાત
News of Saturday, 8th February 2020

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગાળો આપનાર વિરમગામના બે શખ્શો સામે ફરિયાદ

ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના રાજુ ઓડેદરા અને સાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી

 

વડોદરા : મોબાઈલ ફોન પર બીભત્સ ગાળો બોલી ધાર્મિક લાગણી દુભાવી જાનથી મારી નાખવાની ઘટનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના રાજુ ઓડેદરા અને સાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રાજુ ઓડેદરા નામના શખ્સે ફોન પર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બિભસ્ત ગાળો આપી હતી. જે અંગેની ઓડિયો ક્લીપ વાઈરલ થઈ હતી. ઓડિયો ક્લીપમાં બંને દારૂની વાત કરતા પણ સંભળાય છે.

(11:39 pm IST)