ગુજરાત
News of Saturday, 8th February 2020

જીએસટીના બે અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

રાજકોટ એસીબીના સપાટાથી ભારે ફફડાટ : જીએસટીનું કામ કરવાના બહાના હેઠળ લાંચ માંગી હતી બંને અધિકારીઓ સાથે એક પટાવાળો પણ ઝડપાઇ ગયો

અમદાવાદ, તા.૭ :  રાજકોટ એસીબી દ્વારા જીએસટીના બે અધિકારીઓને સુરેન્દ્રનગરમાં ૭૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવાતાં જીએસટી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ફરિયાદી પાસે ય્જી્ કામ અંગે બંને અધિકારીઓએ લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ આપવી ના હોઇ તે માટે રાજકોટ એસીબીમાં ફરિયાદ કરતા છટકુ ગોઠવી બંને અધિકારીઓને લાંચ લેતા ઝડપી લેવાયા હતા. બંને અધિકારીઓની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. એન્ટી કરપ્શન બ્યુરોએ સેન્ટ્રલ જીએસટીનાં બે અધિકારીઓ સામે સકંજો કસતાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગર જીએસટી ઓફિસમાં નોકરી કરતા ક્લાસ-૨ અધિકારી રાજીવકુમાર હંસરાજ યાદવ અને ગૌરવ અરોરા સામે એસીબીએ રૂપિયા ૭૫૦૦૦ની લાંચના કેસમાં કાર્યવાહી કરી છે, લાંચની રકમ સ્વીકારનારા હંગામી પટાવાળા તરીકે નોકરી કરતા રવિ ભવાનશંકર જોષીની પણ એસીબીએ ધરપકડ કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો.

                આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ફરીયાદી ગોપાલ નમકીનની ડીલરશીપ ધરાવતા હતા, તેમના ગોડાઉનના સ્થળમાં ફેરફાર અને બોર્ડમાં જીએસટી નંબર ન દેખાતા હોવાથી તેમને ધમકાવવામાં આવ્યાં હતા અને ઉંચી પેનલ્ટીનો ડર દેખાડવામાં આવ્યો હતો, બાદમાં તેમને હિસાબના ચોપડાઓ લઇને જીએસટીની ઓફિસે બોલાવવામાં આવ્યાં હતા, બંને ઇન્સપેક્ટર લેવલના ક્સાસ-૨ અધિકારીઓએ મદદ કરવા માટે ફરિયાદી પાસે અઢી લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, અંતે ૭૫ હજાર રૂપિયામાં બધુ નક્કી થયું હતુ, બાદમાં ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકુ ગોઠવીને પટાવાળા રવિ ભવાનભાઇ જોષી અને અધિકારી હંસરાજને લાંચની રકમ સાથે ઝડપી લેવાયા હતા. એસીબીએ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ

(9:50 pm IST)