ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં કર્મયોગી યુવા ગ્રુપના યુવાને નવજાત બાળકો,માતાઓને વસ્તુ આપી વર્ષગાંઠની ઉજવણી કરી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :તારીખ 8 જાન્યુઆરીના રોજ કર્મયોગી યુવા ગ્રુપ દેડિયાપાડાના યુવાન મયુર કુમાર લક્ષ્મણભાઈ શિમ્પી જેઓ પોતાના જન્મ દિવસ ની ઉજવણી પાછળ ખોટા ખર્ચાઓ કરવા કરતાં જરૂયાતમંદો તેમજ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી વોર્ડમાં દાખલ થયેલા નવા જન્મેલા બાળકો અને તેમની માતાઓને મચ્છરદાની, ધાબળા, ફળ અને બાળકો ને ગોદડી આપી જન્મ દિવસની ઉજવણી કરી હતી,
સાથે સાથે તેમણે હાલના સમયમાં યુવાનો પોતાના જન્મ દિવસે દેખાદેખી કરીને ખોટા ખર્ચાઓ કરતા હોય છે, જેને લઈને યુવાનોમાં દાન અને મદદની ભાવના કેળવાઈ અને તેમને પ્રેરણા મળે તે હેતુથી જન્મ દિવસની ઉજવણી કરી ઉત્તમ દાખલો નવયુવાનો અને આવનાર પેઢીને પૂરો પાડ્યો હતો,
તેમજ કર્મ યોગી યુવા ગ્રુપના યુવાનો હંમેશા સેવાના કર્યો કરવા તથા પશ્ચિમી સંસ્કૃતિનો મોહ છોડવા અને છોડાવવા માટે પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેશે તેવી પહેલ કરી છે.