ગુજરાત
News of Saturday, 8th January 2022

સમાજને જાગૃત કરવા સેવા કાર્ય કરતા નીતિનભાઈ પાડવીએ જીતનગર જેલના 100 બંદીવાનને ગીતા ગ્રંથ ભેટ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જીતનગર ખાતે આવેલી રાજપીપળા જિલ્લા જેલના બંદીવાનોને ગીતાનો ગ્રંથ ભેટ સ્વરૂપે આપી સમાજને જાગૃત કરવાના નીતિનભાઈ પાડવી દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો

નીતિનભાઈ પાડવી તાપી જિલ્લાના કુકરમુંડા ગામના રહેવાસી છે પોતે વડોદરા એ.એસ. યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટનો અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરી જીપીએસી કેટેગરીમાં હોવા છતાં સમાજને સાચી રાહ આપવા માટે ઇસ્કોન સંસ્થા સાથે જોડાઈ બ્રહ્મચારી તરીકે સેવા કાર્ય કરી રહ્યા હોવાથી તેઓ હંમેશા સોશ્યલ મિડીયા FB/YouTube/ના માઘ્યમથી વિડિયો બનાવી તેમજ લેખો લખી સમાજને જાગૃત કરી રહ્યા છે તેમણે આદિવાસી મહામહોત્સવ અશ્વત્થામા નામનું પુસ્તક પણ લખ્યું છે અને સ્કૂલ/કૉલેજ/કંપનીઓમાં પણ અનેક સેમીનારોનું આયોજન કરી સમાજને પ્રેરિત કરવાનો પ્રયાસ કરતા હોય રાજપીપળાના મહિલા અગ્રણી અને જાણીતા ગાયનેક ડોક્ટર ડો.દર્શનાબેન દેશમુખના જન્મ દિવસ નિમિત્તે નીતિનભાઈએ જીતનગર જેલમાં આવી 100 બંદીવાનોને ગીતાનું પુસ્તક નિઃશુલ્ક ભેટ આપી સજા પૂર્ણ કરી નવા જીવનની શરૂઆત કરવા પ્રેરણા આપી હતી, આ કાર્યક્રમના આયોજન માટે જેલર બારમેરાએ સારો સહકાર આપ્યો હતો કાર્યક્રમમાં નીતિનભાઈ પાડવી, ડો. દર્શનાબેન દેશમુખ,ડો.એમ.ડી.તળપદા,ડો.રાજકુમાર ભગત,ડો.અર્થવી દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે નીતિનભાઇ પાડવીએ ગીતાના ગ્રંથમાંથી પર્સનાલિટી ડેવલોપમેન્ટ મુદ્દે જાણકારી આપી જ્યારે બંદીવાનોએ પણ ખૂબ રસપૂર્વક ગીતા ગ્રંથને લગતા સવાલ કરી તેના જવાબ મેળવી ખુશી વ્યક્ત કરી હતી.

(11:53 pm IST)