ગુજરાત
News of Wednesday, 8th January 2020

અમદાવાદના ઓઢવમાં હીરા બા જવેલર્સમાં લૂંટારુઓ ત્રાટક્યા : ફાયરિંગ કરીને રોકડ અને સોનાના દાગીના લૂંટીને ફરાર

ઓઢવના રબારીકોલોની વિસ્તારના મહાકાળી મંદિર પાસે લૂંટની ઘટના : જવેલર્સને હાથમાં ઇજા

અમદાવાદ : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ હીરા બા જવેલર્સમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા અને ફાયરિંગ કરીને રોકડ રકમ અને સોનાના દાગીનાની લૂંટ ચાલવી ફરાર થતા સનસનાટી મચી જવા પામી છે વેપારી પર ફાયરિંગ થતા વેપારીને હાથમાં ઇજા પહોંચતા તેને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે આ અંગે માહિતી મળતા ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.

ઓઢવમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. લાખો રૂપિયાની લૂંટ થતા પોલીસ પણ દોડતી થઇ છે. હાલ તો વેપારીને સારવાર માટે સ્પિટલમાં લઇ જવાયો છે. પોલીસે પણ આસપાસનાં વિસ્તારનાં સીસીટીવી ફુટેજ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. સોનાના દાગીના અને રોકડની લૂંટ થઇ છે. જો કે હજી સુધી ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

  .ઓઢવના રબારીકોલોની વિસ્તારમાં આવેલા મહાકાળી મંદિર પાસે આ બનાવ બન્યો હતો. આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ દુકાનમાં રહેલા સોના અને ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઇ ગયા હતા..5 જેટલા લોકોએ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. જે પૈકી 2 આરોપી પહેલા ગ્રાહક રૂપે અંદર ગયા હતા અને સારી સારી વસ્તુઓ જ્વેલર્સ પાસે જોવાનાં બહારે બહાર કઢાવી હતી. ત્યાર બાદ અચાનક એક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ એક રાઉન્ડ જ્વેલર્સની બહાર ફાયરિંગ કર્યું હતું. અને જ્વેલર્સનાં હાથ પર ગોળી મારી હતી. અન્ય એકે માલિકને નીચે પાડી દીધો હતો. કુલ 3 લાખ 51 હજાર રોકડા અને 200 ગ્રામ સોના સહિત 11 લાખથી વધારે રૂપિયાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે.

(1:00 am IST)