ગુજરાત
News of Wednesday, 8th January 2020

ગૃહમંત્રી અમિતભાઇ શાહ બે દિવસ ગુજરાતમાં : શુક્રવારે રાત્રે અમદાવાદ આવશે: શનિવારે વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદ : ઉતરાયણ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ગુજરાતની મુલાકાત લેશે અમિતભાઇ તા, 10 જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ આવશે અને 11 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. GTU અને ગૃહવિભાગના કાર્યક્રમમાં ગૃહમંત્રી શાહ ઉપસ્થિત રહેશે.

ભાજપના રાષ્ટ્ર અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિતભાઈ GTU કોન્વેકેશન અને મહત્મા મંદિર ખાતે ગૃહવિભાગના કાર્યક્રમમાં હાજર રહેશે. આ દરમિયાન તમામ જિલ્લા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને મહત્વના સ્થળોને CCTVથી સજ્જ કરાશે. આ ઉપરાંત સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમથી ગતિવિધી પર દેખરેખ રાખી શકાશે.

 

(12:24 am IST)