ગુજરાત
News of Wednesday, 8th January 2020

ટ્રેનમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : આશ્રમ એક્સપ્રેસના શૈચાલયની છતમાંથી 140 બોટલ દારૂ ઝડપાયો : ત્રણ આરોપી પકડાયા

આરપીએફ દ્વારા મહેસાણાથી અમદાવાદ સુધી ટ્રેનમાં ચેકિંગ કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાસવારે દારૂ ઝડપવાની ઘટનાઓ ચમકે છે મોટાપ્રમાણમાં રાજ્યમાં દારૂ ઠલવાય છે દારૂની હેરા ફેરી ટ્રેનોમાં થતી હોવાથી  આરપીએફ દ્વારા ટ્રેનમાં ચેકીંગ કરીને ટ્રેનોમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરીને દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે
  આરપીએફને બાતમી મળી હતી કે આશ્રમ એક્સપ્રેસમાં દારૂ આવી રહ્યો છે.જેને લઈ આરપીએફના જવાનો દ્વારા ટ્રેનો ઉપર નજર રાખી હતી.અને મહેસાણાથી અમદાવાદ સુધી ટ્રેનમાં ચેકિંગ શરુ કર્યુ હતુ. પણ આશ્રમ એક્સપ્રેસના શોચાલયના છતમાંથી 140 બોટલ અંગ્રેજી દારૂ મળ્યો હતો. દારૂની કિંમત 56 હજાર રૂપિયા છે.અને ત્રણ શખ્સ હતા જેમાં અકિલ કુરેશી,અશલમ કુરૈશી અને અનવર જેવો આગરાના નજીકના રહેવાસી છે.ત્રણ શખ્સ ને આરપીએફ દ્વારા ઝડપીને તપાસ શરૂ કરી છે.
આશ્રમ એક્સપ્રેસ માં કઈ રીતે દારૂ લઈ આવ્યા.અને ચટમાં કેવી રીતે છુપાવીયો હતો.આ દારૂ કોને આપવાના હતા.તે મામલે આરપીએફ પૂછપરછ શરૂ કરી છે.ત્યાર બાદ આરોપીઓ પર કાર્યવાહી કરાશે.
ગુજરાતમાં આવતી ગાડીમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થાય છે.જેને રોકવા માટે પશ્ચિમ રેલવે દ્વારા આદેશ આરપીએફને આદેશ કરવામાં આવ્યો છે ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી રોકવામાં આવે.જેને લઈ આરપીએફ પોલીસ દ્વારા ટ્રેનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

(10:11 pm IST)