ગુજરાત
News of Wednesday, 8th January 2020

અમદાવાદ : વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો

આગામી ૪૮ કલાકમાં ઠંડી વધવાના સાફ સંકેત : અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૮ : નલિયામાં ૧૦ અને ડિસામાં ૧૨.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાઈ ગયું

અમદાવાદ, તા.૮ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે કોઇ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી નથી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ૪૮ કલાકમાં પણ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે જેથી ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. આજે એકંદરે પ્રમાણમાં ઓછી ઠંડી બપોરના ગાળામાં નોંધાઈ હતી. લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી ન હતી. જો કે, સવારમાં અને મોડી સાંજે હજુ પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૪.૮ ડિગ્રી રહ્યું હતું. ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે.

              વાદળછાયુ વાતાવરણ પણ નથી. ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે.

          હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૨ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.   હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં હાલમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેથી સવારમાં ટ્રાફિકની સમસ્યા નથી.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૮ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૪.૮

ડિસા............................................................ ૧૨.૨

ગાંધીનગર................................................... ૧૪.૮

વીવીનગર.................................................... ૧૫.૩

વડોદરા........................................................ ૧૪.૬

સુરત........................................................... ૧૮.૧

વલસાડ........................................................ ૧૭.૧

અમરેલી........................................................... ૧૪

રાજકોટ........................................................ ૧૧.૮

સુરેન્દ્રનગર................................................... ૧૩.૫

મહુવા.......................................................... ૧૫.૧

ભુજ............................................................. ૧૧.૪

નલિયા............................................................ ૧૦

કંડલા એરપોર્ટ............................................... ૧૨.૧

(9:20 pm IST)